બાઈ જીવકોર લલ્લુભાઈ ટ્રસ્ટ સંચાલિત કે.કે. શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજ, અમદાવાદ દ્વારા એક અઠવાડિયા નો ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા ના વર્કશોપ નુ આયોજન તારીખ 9 થી 14 માર્ચ 2026 દરમિયાન કરવામાં આવેલ હતું. જેમાં વિધાર્થીઓ ની ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટે ઇનોવેશન, સ્ટાર્ટઅપ આઇડિયાઝ, વેબસાઇટ બિલ્ડીંગ (બેઝિક્સ), માર્કેટિંગ ટૂલ્સ, ચેટબોટ પ્રોમ્પ્ટ અને પિચના જેવા વિષયોમાં નિષ્ણાતો આશરે 25 વિધાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું હતું. દરેક લેક્ચરના ફીડબેક પણ લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી આર. એન. દવે સાહેબે તથા કોલેજના સમગ્ર સ્ટાફે હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.


