કોલેજની વિદ્યાર્થિનીઓ ની સુરક્ષા માટે મણિનગર પોલીસ સ્ટેશનની એક સી ટીમ દ્વારા આજે વિદ્યાર્થની સુરક્ષા લગતા કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં મણીનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ જી વણઝારા તેમજ તેમની મહિલા સી ટીમે કોલેજની વિદ્યાર્થીની ઓ ને સુરક્ષા સંબંધી માહિતી આપી હતી તેમણે 100 નંબર 181 નંબર તેમજ મહિલા હેલ્પ લાઇન અને સેલ્ફ ડિફેન્સ અંગે માહિતી આપી હતી તેમણે વિદ્યાર્થીની ઓ ને પોતાની સુરક્ષા માટે કઈ કાળજી રાખવી તે બાબતથી માહિતગાર કર્યા હતા
આ કાર્યક્રમમાં આશરે કોલેજની ૭૦ જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવતા પ્રશ્નો જેવા કે બસમાં આવતા જતા કઈ કાળજી રાખવી તેમજ રસ્તામાં પોતાના સેલ્ફી ની બાબત માં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની માહિતી મેળવી હતી
[Not a valid template]