તારીખ 31 /12/ 2025 ના દિવસે કે કે શાહ જરોદવાળા મણીનગર સાયન્સ કોલેજ, અમદાવાદ દ્વારા NSSના કાર્યક્રમ અંતર્ગત રૈન બસેરાની મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન NSSના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હિમાંશુ ચૌહાણ તથા રૈન બસેરાના સંચાલક પ્રીતિબેન બારૈયા દ્વારા NSSના વિદ્યાર્થીઓને રૈન બસેરાની કાર્યપદ્ધતિ, હેતુ તેમજ નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ N S S ના સ્વયંસેવકો દ્વારા રેન બસેરામાં રહેતા ભાઈઓને કેક ખવડાવી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત તેઓને ફળફળાદી તેમજ કપડાઓનું વિતરણ કર્યું હતું.







