આજ રોજ તા: ૨૫-૦૧-૨૦૨૫ ના દિવસે, કે કે શાહ જરોડવાળા મણિનગર સાયન્સ કોલેજ અને NSS વિભાગ દ્વારા ” My Constitution My pride ” અંતર્ગત એક સંવાદ યોજાયેલો. જેમાં મણિનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ તથા મણિનગર વિસ્તારના કોર્પોરેટર શ્રી ચંદ્રકાન્ત ચૌહાણ, શ્રીમતી ઇલાક્ષીબેન શાહ, શ્રીકરણ ભટ્ટ અને કોલેજના ટ્રસ્ટી શ્રી હિમાંશુભાઈ પરીખ તથા ભરતભાઈ ક્ષત્રિય તેમજ કોલેજના પ્રિન્સિપાલ શ્રી વિરમભાઇ ભેડા અને અન્ય સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. ઉપરાંત વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહભર ભાગ લીધો. આ પ્રસંગ પર ધારાસભ્ય શ્રીએ ભારતના બંધારણ વિષે માહિતી આપી હતી.