“હર ઘર તિરંગા – 2025” – મણીનગર સાયન્સ કોલેજમાં તિરંગા યાત્રા

Posted on: August 13, 2025


આજ રોજ, તા. 13 ઓગસ્ટ 2025, બુધવારે, કે. કે શાહ જરોદવાલા મણીનગર સાયન્સ કોલેજ, અમદાવાદ ખાતે “હર ઘર તિરંગા – 2025” અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસર ડૉ. હિમાંશુ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. એકમ દ્વારા સફળતાપૂર્વક યોજાયો.

યાત્રાની શરૂઆત કોલેજ પ્રાંગણમાંથી કરવામાં આવી, જેમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લઈને દેશભક્તિનો ઉમંગ વ્યક્ત કર્યો. સમગ્ર યાત્રા દરમિયાન “ભારત માતા કી જય”, “જય જવાન – જય કિસાન” અને “વંદે માતરમ” જેવા ગુંજતા નારાઓ દ્વારા દેશપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો.વી, જેમાં પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લઈને દેશભક્તિનો ઉમંગ વ્યક્ત કર્યો. સમગ્ર યાત્રા દરમિયાન “ભારત માતા કી જય”, “જય જવાન – જય કિસાન” તથા “વંદે માતરમ” જેવા ગુંજતા નારાઓ દ્વારા દેશપ્રેમનો સંદેશ પ્રસરાવ્યો.