કે. કે. શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજ માં યોગ દિવસ ની ઉજવણી.

Posted on: June 22, 2023

તારીખ 21/06 /2023 ના રોજ કે. કે. શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજ માં વિશ્વ યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કોલેજના કર્મચારીઓ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. યોગનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે તે શારીરિક અને માનસિક બંને રીતે આપણને ઉપયોગી થાય છે, માટે સુંદર અને સ્વસ્થ જીવન જીવવા માટે યોગ- આસન- પ્રાણાયામ અને ધ્યાન ખૂબ જ જરૂરી છે. દરરોજ યોગાસન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે ચિંતાઓ દૂર થાય છે અને જીવનના રોજબરોજના કાર્યો ખૂબ સ્ફૂર્તિથી અને સરળતાથી કરી શકાય છે. 2014 થી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જે ધ્યેય સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરી તે આજે આખા વિશ્વ એ સ્વીકારી છે જે આપણા માટે ખૂબ જ ગર્વની બાબત કહી શકાય.

ભારત માતાકી જય, વંદે માતરમ